Shocking : ચીને પોતાની લેબમાં બનાવ્યો હતો જીવલેણ કોરોના વાઈરસ?

ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસની દહેશત સમગ્ર દુનિયામાં છે. દરરોજ નોવલ કોરોના વાઈરસ (કોવિડ-19)થી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે હજુ પણ એક મોટો સવાલ છે કે આખરે આ ખતરનાક વાઈરસની શરૂઆત ક્યાંથી થઈ.

Shocking : ચીને પોતાની લેબમાં બનાવ્યો હતો જીવલેણ કોરોના વાઈરસ?

બેઈજિંગ: ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસની દહેશત સમગ્ર દુનિયામાં છે. દરરોજ નોવલ કોરોના વાઈરસ (કોવિડ-19)થી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે હજુ પણ એક મોટો સવાલ છે કે આખરે આ ખતરનાક વાઈરસની શરૂઆત ક્યાંથી થઈ. આ વાઈરસને લઈને એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. કહેવાય છે કે આ વાઈરસને ચીને પોતે જ પોતાની લેબમાં પેદા કર્યો છે. ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનને આ બીમારીનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે. પરંતુ હવે ચીની વૈજ્ઞાનિકોનું માનવું છે કે બની શકે કે કોરોના વાઈરસની શરૂઆત વુહાનના ફિશ માર્કેટમાં 300 ગજમાં ફેલાયેલા એક સરકારી રિસર્ચ લેબથી થઈ હોય. 

ચીનની સરકારી સાઉથ ચાઈના યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના જણાવ્યાં મુજબ હુબેઈ પ્રાંતમાં વુહાન સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (WHCDC)એ રોગ ફેલાવનારી આ બીમારના વાઈરસને જન્મ આપ્યો હોઈ શકે છે. સ્કોલર બોતાઓ શાઓ અને લી શાઓનો દાવો છે કે 'WHCDCએ લેબમાં એવા જાનવરોને રાખ્યા કે જેનાથી બીમારીઓ ફેલાઈ શકે છે જેમાં 605 ચામાચીડિયા પણ સામેલ હતાં. તેમના જણાવ્યાં મુજબ બની શકે કે 2019-CoV કોરોના વાઈરસની શરૂઆત અહીંથી થઈ હોય.' આ ઉપરાંત તેમના રિસર્ચ પેપરમાં પણ એમ કહેવાયું છે કે કોરોના વાઈરસ માટે જવાબદાર ચામાચીડિયાએ એકવાર એક રિસર્ચર પર હુમલો કરી દીધો અને ચામાચીડિયાનું લોહી તેની સ્કિનમાં ભળી ગયું. 

રિપોર્ટમાં કહેવાયું છે કે રોગીઓમાથી મળેલા જીનોમ સિક્વેન્સ 96 કે 89 ટકા હતાં જે બેટ CoC ZC45 કોરોના વાઈરસ સમાન છે પરંતુ આ મૂળ રીતે રાઈનોફસ એફિનિસમાં મળી આવે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં હાજર દેશી ચામાચીડિયા વુહાનના સીફૂડ માર્કેટથી લગભઘ 600 મીલ દૂર મળી આવે છે અને યુનન તથા ઝેજિયાંગ પ્રાંતથી ઊડીને આવેલા ચામાચીડિયાઓની સંખ્યા કદાચ ખુબ ઓછી રહી હશે. આ ઉપરાંત સ્થાનિક લોકોને ચામાચીડિયા ખાવાની સલાહ બહુ ઓછી અપાય છે. 31 સ્થાનિકો અને 28 વિઝિટર્સે પણ આ અંગે સાક્ષી પુરાવી છે. ફક્ત 300 ગજની લેબ ઉપરાંત આ વૈજ્ઞાનિકોઓએ એમ પણ કહ્યું કે આ રિસર્ચ WHCDCની થોડા ગજની મોટી લેબમાં થઈ રહ્યો હતો. 

રિપોર્ટ મુજબ WHCDCમાં એક રિસર્ચરે જણાવ્યું કે એક ચામાચીડિયાનું લોહી સ્કિનમાં આવ્યાં બાદ તે વ્યક્તિએ પોતાની જાતને બે અઠવાડિયા સુધી અલગ રાખી હતી. આ વ્યક્તિએ એક ચામાચીડિયા દ્વારા પેશાબ કરાયા બાદ પણ પોતાને અલગ રાખી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે WHCDCને પાસેની યુનિયન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાઈ હતી. જ્યાં ડોક્ટર્સનું પહેલું ગ્રુપર કોરોના વાઈરસથી સંક્રમિત થયું હતું. શક્ય છે કે વાઈરસ આસપાસ ફેલાયો હોય અને તેમાંથી કેટલાકે આ ખતરનાક બીમારીના પ્રાથમિક દર્દીઓને પોતાની ચપેટમાં લીધા હોય. રિપોર્ટમાં કહેવાયું છે કે બની શકે કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ વાઈરસ લીક કર્યો હોય. આ અગાઉ પણ આ પ્રકારના અહેવાલો સામે આવી ચૂક્યા છે. 

જુઓ LIVE TV

રિપોર્ટ મુજબ આ લેબએ જ જણાવ્યું હતું કે ચીની હોર્સશૂ ચામાચીડિયા જ 2002-2003માં ફેલાયેલા સીવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઈરસ (SARS-CoV) માટે જવાબદાર હતાં. આ રિપોર્ટના અંતમાં કહેવાયું છે કે બની શકે કે જીવલેણ કોરોના વાઈરસની શરૂઆત વુહાનની એક લેબથી થઈ હોય. નોંધવા જેવી વાત છે કે દુનિયાભરમાં અત્યાર સુધી 70,000થી વધુ લોકો આ બીમારીથી પ્રભાવિત થયા છે. જ્યારે ચીનમાં 1700 લોકોના જીવ ગયા છે. મોટાભાગના મોત હુબેઈ પ્રાંતમાં થયા છે જે આ બીમારીનું કેન્દ્ર છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news